Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત સરકારના દેવું અને અન્ય જવાબદારીનો આંકડો વધીને 412378.26 લાખ કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગીનો આંકડો 35,458 કરોડ થવા જાય છે જ્યારે અન્ય જવાબદારીઓની રકમ 51647 કરોડ થઈ છે. ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ થયેલા રાજ્ય સરકારના તારીખ 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના ઓડિટના રિપોર્ટ પ્રમાણે કરજ અને જવાબદારીઓના રજૂ થયેલા પત્રકમાં ઓડિટના વર્ષમાં સરકારે 43,000 કરોડની બજાર લોન લીધી છે.

જ્યારે 14,700 કરોડ રૂપિયાની લોન ભરી છે. તારીખ 31મી માર્ચ 2023ના અંતે બજાર લોનનો આંકડો 2,83,057 કરોડ સુધી પહોંચ્યો છે. સરકારે કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં કુલ 117751.56 કરોડનો વધારો કર્યો છે, જ્યારે 86170.83 કરોડ ભરપાઈ કરી છે. છેલ્લા બે વર્ષના તફાવતમાં જોઈએ તો 2021-22માં સરકારનો બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો. જેમાં 2022-23ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. ઓડિટના વર્ષમાં સરકારે જાહેર દેવું, નાની બચત અને ભવિષ્ય નિધિ વિગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળીને 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!