Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં લોકશાહીના અવસરમાં સહભાગી બનતા ૩૦૭ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાના ૨૩ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ અનેક દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકોએ દ્વારા હોમ વોટિંગ સુવિધાનો લાભ લઇને મતદાન કર્યુ હતું. જિલ્લામાંથી ૨૬૭ વરિષ્ઠ મતદારો અને ૪૦ દિવ્યાંગ મતદારો મળી કુલ ૩૦૭ જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહીમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે વૃદ્ધ નાગરિકો તેમજ દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો તેમજ દિવ્યાંગ મતદારો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે (હોમ વોટિંગ) તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.