રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ રહેણાંક વિસ્તાર પાટીદાર ચોકથી ગંગોત્રી પાર્ક વચ્ચેના રસ્તા પર નંદ એમ્પાયરની સામે તારીખ 26નાં રોજ કારના ચાલકે પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં હંકારીને એક્ટીવા પર પસાર થતાં મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાલોડીયા (ઉ.વ.73)નાંને અડફેટે લઈને મોત નીપજાવ્યાનો ગુનો અજાણ્યા કાર ચાલક સામે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, મનસુખભાઈ અને તેમના કાકી રમાબેન બન્ને એક્ટીવા પર દવાખાને ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા. આ વખતે પાટીદાર ચોકથી આગળ નંદ એમ્પાયર પાસે સામેથી રોંગ સાઈડમાં ફોર વ્હીલ કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને બંનેને વાહન સમેત ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જેમાં મનસુખભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે ફરિયાદીના કાકીને ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




