Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત આજથી અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરૂ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત આજથી અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરૂ થનાર છે. આ ત્રણ દિવસ ચાલનારા પ્રિ-વેડીંગ સમારોહ નિમિતે ગતરોજ જામનગર એરપોર્ટથી મોટી સંખ્યામાં સેલીબ્રીટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર પરંપરાગત પરીવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. દેશ વિદેશના મહેમાનો માટે એરપોર્ટ ઉપર જામનગરની રંગબેરંગી બાંધણીનાં શણગારે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

તેમજ ગુજરાતી રાસ ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી ચાલતી રહી હતી. રિલાયન્સ પરિવારનાં પ્રિ-વેડિંગ સમારોહમાં ભાગ લેવા માટે બુધવારે મોડી રાત્રિનાં મુંબઈથી જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાન આવી પહોંચતા અંબાણી પરિવાર દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માટે હાજર રાખવામાં આવેલી ખાસ રોલ્સરોય કારમાં તેઓને મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં લઈ જવામાં આવ્યા હતાં. દરમિયાન બોલીવુડનાં જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરીખાન, પુત્ર આર્યનખાન ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ નીતુસિંગ, અર્જુન કપુર ઉપરાંત દુબઈનાં ઉદ્યોગપતિ મોહમ્મદ અલ અબર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા.

બુધવારે સમગ્ર વિસ્તારનાં ગામડાઓમાં જઈને રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન મુકેશ અંબાણી નીતા અંબાણી સહિત પરીવારજનોએ ગ્રામજનોને સ્નેહ ભોજન કરાવી માનવ સેવા એ જ માધવ સેવાની લાગણી વ્યકત કરી હતી. જુદા જુદા 10 ગામનાં 51 હજારથી વધુ લોકોને પ્રસંગમાં સહભાગી બનાવ્યા હતા. રાત્રિનાં ડાયરામાં પણ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારનાં લોકો ઉમટયા હતા. ગામોની મુલાકાત લેવા આ વિસ્તારની મહિલાઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં ઓવારણા લઈ આર્શિવાદ આપ્યા હતા.

જામનગરના એરપોર્ટ પર જામનગર અંબાણી પરિવાર દ્વારા 1 બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું છે અને ને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને તે રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. મહેમાનો પણ તે રાસ-ગરબાની રમઝટ સાથે પોતે પણ ગરબા કરીને અભિવાદન ઝીલી રહ્યા છે. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા આવી રહેલા દેશ-વિદેશના મહેમાનોને જામનગર એરપોર્ટ પરથી વિવિધ કારમાં મોટી ખાવડી ગામમાં પહોંચાડાઈ રહ્યા છે. આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોક્સ વેગન જેવી અનેક લક્ઝુરિયસ કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાને જામનગરમાં આવકારવા અંબાણી પરિવારે એક લક્ઝુરિયસ કાર મોકલી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ હતી. રિહાનાની ટીમ જામનગર પહોંચી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં રિહાનાનો લગેજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક ટ્રક લાઈનમાં નીકળી રહ્યા છે, જેના પર પૈક સામાન નજરે પડી રહ્યો છે. આ વિડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાય છે કે, જામનગરના આ લગ્નમાં એવું કંઈ થવાનું છે, જે પહેલા ક્યારેય નથી થયું.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!