Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરી સત્વરે કાર્યરત કરાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ ઘર આંગણે જ પ્રાપ્ત થાય તે હેતુસર સમયબદ્ધ આયોજન કરીને અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.

વિધાનસભા ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે સત્વરે કાર્યરત કરાશે. જામનગર જિલ્લામાં વસ્તીના ધોરણે ૦૨ સબ  ડિસ્ટ્રિક્ટ  હોસ્પિટલ અને દેવભૂમિ દ્વારકામાં ૦૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જરૂરિયાત છે જેનું આયોજન કરાશે. મંત્રીશ્રી પટેલે જામનગર અને દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ વર્ષમાં બહારના દર્દીઓ તરીકે, અંદરના દર્દી તરીકે સારવાર સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રસુતી સેવા, લેબ ટેસ્ટ, મેજર અને મધ્યમ ઓપરેશન કરવામાં આવે છે.