Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બારડોલીના સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જિલ્લા પંચાયત સુરત દ્વારા આયોજિત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને બારડોલી તાલુકાના BAPS સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતમાં સન્માનિત કરાયા હતા. સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના ધો.૩ થી ૮ના પ્રથમ સત્રમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા ૩૨૪ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતુ કે, સુશિક્ષિત વ્યક્તિ સમાજમાં એક અલગ ઓળખ ઉભી થાય છે.

સંસ્કારો અને શિક્ષણથી તેના વ્યક્તિત્વનું ઘડતર થાય છે, જેથી વિદ્યાર્થીઓએ સતત અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. છેવાડાના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સરકારે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલી છે. જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ શાળા બનાવવા ૫ લાખની ગ્રાન્ટને વધારી ૫૦ લાખ સુધીના ગ્રાન્ટ આપવાનું નક્કી કર્યું છે. સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ પ્રાપ્ત થશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવા વિદ્યાર્થીઓ પણ સ્વયોગદાન આપવા સંકલ્પ લે. જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂપુર્ણ ધ્યાન કેન્દ્રિત કરી તેજસ્વી અને સક્ષમ બનશે તો દેશ પણ મજબૂત અને વિકસિત બનશે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓએ જાગૃત્ત બનવું જોઈએ.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય નક્કી કરો. લક્ષ્ય નક્કી હશે તો તેને હાંસલ કરવા માટે મહેનત કરવાનું બળ મળશે. વિદ્યાર્થીઓમાં અનુશાસન અને ટાઈમ મેનેજમેન્ટ હોવું જરૂરી છે. ૨૪ કલાકનું ટાઈમ મેનેજમેન્ટ હશે તો નક્કી કરેલા ધ્યેય પર સહેલાઈથી પહોંચી શકશો. નૈતિકતાથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો સવિલ સર્વિસ જેવી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આઈપીએસ, આઈએએસ બની શકશો. વિદ્યાર્થીઓએ મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બની શકે તો મોબાઈલ, સોશ્યલ મીડિયાનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ. હું આઈએએસ બની ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ નહોતો કર્યો, જેના કારણે અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન-એકાગ્રતા આપી શકતી હતી એમ તેમણે જણાવ્યું હતું.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!