Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નવા સચિવાલયનાં એક મહિલા અધિકારી સાથે પ્રેમનાં અંકુર ફૂટયા બાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ થતા મહિલાએ ફરીયાદ નોંધાવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર નવા સચિવાલયનાં એક વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગાઈ કરીને એજ વિભાગના સેકશન ઓફિસરે દુષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે. ગાંધીનગર સેકટર – 7 વિસ્તારમાં રહેતા મહિલા અધિકારી નવા સચિવાલયનાં એક વિભાગમાં ફરજ બજાવે છે. આજ વિભાગમાં યુવક સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એક જ ડિપાર્ટમેન્ટમાં સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે એકાદ વર્ષ અગાઉ પરિચય થયો હતો.

ધીમે ધીમે બંને વચ્ચે મુલાકાતોનો દોર શરૂ થતાં સેકશન ઓફિસરે મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવવાનાં પેતરા શરૂ કર્યા હતા. બાદમાં મહિલા અધિકારીને સાથે નોકરી કરતા સેકશન ઓફિસર તરફ પણ આકર્ષણ થવા લાગ્યું હતું. અને સમય જતાં બન્ને વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટયા હતા. જેથી સેકશન ઓફિસર મહિલા અધિકારીને ગાંધીનગરની હોટલો અને પોતાના ભાડાના મકાનમાં લઈ જઈ પ્રણયનાં ફાગ ખેલતો હતો. આ બધુ અવારનવારનું બની જતા મહિલા અધિકારીએ લગ્ન પછી જ શારિરીક સંબંધો રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં પરિવારોની સંમતિથી બંનેએ છ મહિના અગાઉ સગાઈ પણ કરી હતી.

આ દરમ્યાન લગ્નની લાલચ આપી સેકશન ઓફિસર મહિલા અધિકારી સાથે શારિરીક સંબંધો બાંધતો રહેતો હતો. જો કે મહિલા અધિકારીનું શારીરિક શોષણ કર્યા પછી લગ્નનો નનૈયો ભણી સેકસન ઓફિસરે સગાઈ તોડી નાખી હતી અને મહિલા અધિકારી સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. ત્યારે જઈને મહિલા અધિકારીએ અહેસાસ થયો હતો કે, પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સેકશન ઓફિસરે પોતાની શારીરિક ભૂખ સંતોષવા સગાઈનું પણ તરકટ રચ્યું હતું. આખરે મહિલા અધિકારીએ ફરિયાદ આપતા મહિલા પોલીસ મથકમાં સેકશન ઓફિસર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!