કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થા નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની નવી દિલ્હીમાં તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષમાં વર્ષ ૨૦૨૨-૨૩ ની તરણ સ્પર્ધા તા. ૧૫ ૧૭ ડિસેમ્બર દરમિયાન યોજાય હતી. આ તરણ સ્પર્ધામાં ૨૫ રાજ્યોના ૩૩૪ થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. વલસાડ તાલુકાના પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો-ઓર્ડીનેટર સોનલ જયેશકુમાર દેસાઈએ પણ રાષ્ટ્રીય કક્ષાની આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ ૧ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં કાસ્ય ચંદ્રક મેળવી વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવારનું નામ રોશન કર્યુ છે.




