Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી 500 કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓલિમ્પક 2036 ગુજરાતમાં યોજાશે એ નક્કી છે. ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ત્યારે ઓલિમ્પિક માટે મોદી સ્ટેડિયમની આસપાસ વિલેજ માટે જમીનની શોધ ચાલી રહી છે. ત્યારે હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળઈ 500 કરોડની જમીન ઓલિમ્પિક માટે ખાલી કરાવાશે. કુલ 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા માટે નોટિસ જાહેર કરાઈ છે.  ગુજરાત સરકારનું આગામી ભવ્ય આયોજન ઓલિમ્પક 2036 છે. જેના માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે.

ત્યારે આ માટે આસારામ આશ્રમ ઉપરાંત આશ્રમ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં કરાયેલી 500 કરોડની જમીન માટે સરકારે નોટિસ ફટકારી છે. રાજ્ય સરકાર ઓલિમ્પક વિલેજ માટે જગ્યાની શોધ કરી રહી હતી, ત્યારે સરકારની નજર આ કરોડોની જમીન પર પડી છે. જેને આશ્રમ દ્વારા કબજે કરવામાં આવી છે. રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું છે.

સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ ફટકારી છે. જમીન માટે વણઝારા વાસના 19 મકાન, શિવનગર વસાહતના 126 મકાન, આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞામંડળ અને ભારતીય સેવા સમાજને નોટિસ મોકલાઈ છે.  સંભવિત ઓલિમ્પિક માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છએ. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં ખાલી પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શખે છે.

2036 માં ઓલિમ્પિક રમવા માટે અમદાવાદ યજમાન બનવા માટે તલપાપડ બની રહ્યું છે. માત્ર ઓલિમ્પિક જ નહિ, 2026-2030 ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ, 2030 માં સમર યૂથ ઓલિમ્પિક્સ અને 2033 માં એશિયન યુથ ગેમ્સ માટે પણ અમદાવાદ યજમાન બની શકે છે. આ માટે સરદાર પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અનેક રમત ગમતના કાર્યક્રમોનું આયોજન કરશે.  ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક SPV નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!