રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચ્યા અને તેમણે સૌથી પહેલા હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ 22 જાન્યુઆરીએ થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા પણ કરી. ત્યારે, મુખ્યમંત્રી યોગીએ પ્રેસ કોન્ફરન્સ કરતા અયોધ્યા પગપાળા આવતા ભક્તોને અપીલ કરતા કહ્યું કે, જે ભાવનાઓ તેમના મનમાં છે, તે મારા મનમાં પણ છે. પગપાળા લોકો ન ચાલે, ખુબ ઠંડી પડી રહી છે. અમે લોકો તીર્થક્ષેત્ર ન્યાસ સાથે વાતચીત કરી રહ્યા છીએ, જો કોઈ પણ વ્યક્તિ પોતાના હિસાબથી આવશે તો તકલીફ થશે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, શ્રીરામ જન્મભૂમિ પર શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી થવાની છે, અયોધ્યામાં બહાર શું વ્યવસ્થાઓ થઈ છે, આજે તેની સમીક્ષા કરી છે. 22 જાન્યુઆરીએ ઐતિહાસિક કાર્યક્રમ સુરક્ષિત અને સુનિયોજિત રીતે થશે. 22 જાન્યુઆરી બાદ પણ રામલલાના દર્શન માટે જે પણ યોજનાઓ થશે, તેમાં સરકારનો સંપૂર્ણ સહયોગ હશે અને અહીં સમગ્ર શ્રદ્ધા સાથે દર્શન કરવાનો અવસર મળશે. તેના માટે ધર્મશાળા અને હોટલ છે. લખનઉં, વારાણસી, ગોરખપુરથી આવતા ભક્તો માટે ગ્રીન કોરિડોરનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 5 સદી બાદ આ અવસર આવ્યો છે, હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છઉં કે 22 જાન્યુઆરીનો કાર્યક્રમ ઐતિહાસિક કાર્યક્રમ છે. સંતોના આશીર્વાદથી, રામલલાના આશીર્વાદથી આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. કોઈને અસુવિધા નહીં થાય, આ વાતની જવાબદારી સરકારની છે. નિચલા સ્તર સુધી લોકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે, ટ્રેનથી લઈને બસની વ્યવસ્થા કરી રહ્યા છીએ.



