ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આ લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના કિલર સ્વેગને જોઈને દરેક તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તસવીરોમાં મોનાલિસા કેમેરાની સામે સૌથી હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાના લુકની વાત કરીએ તો તે રેડ ડીપ નેક ટોપ, વ્હાઈટ ડેનિમ જીન્સ અને સ્વેટરમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તસવીરોમાં મોનાલિસા સોફા પર બેઠેલી અને પોતાની સ્ટાઈલથી કિલર પોસ્ટ આપતી જોવા મળે છે. મોનાલિસાએ સ્મોકી મેકઅપ સાથે કર્લ હેયર કરીને તેનો લુક કમ્પલીટ કર્યો છે. તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે કે આ પોઝમાં મારી અંદર સુપરમોડલ દર્શાવી રહી છે અને ફેસ ઈમોજી પણ શેર કર્યું છે.




