Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે નવસારી જિલ્લામાં યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૮૯૦૭ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં ઓમ પાર્ટી પ્લોટ નવસારી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં મિશન મંગલમ યોજનાના ૧૪૭૭ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૧૭૫૯ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગણદેવીના ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં આર્ય ક્રિકેટ ગ્રાઉન્ડ સમરોલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ૯૭૫ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૨૫૮૨લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં લીમઝર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મિશન મંગલમ યોજનાના ૨૨૯૫ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૩૪૯૩ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

તે જ રીતે દયાળજી બાગ પાર્ટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં મિશન મંગલમ યોજનાના ૧૪૭૭ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૧૭૬૧ લાખની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા સમાંતર નારી શક્તિ વંદના કાર્યક્રમોમાં મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેક આપવામાં આવ્યા હતા. આ તકે સખીમંડળની મહિલાઓએ મિશન મંગલમ યોજના દ્વારા મળેલ લાભ અને તાલીમનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચારે વિધાનસભા વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું. આ તકે, મહિલા સશક્તિકરણની અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!