Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરતમાં મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ડ્રોથી પ્રવેશ અપાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી. તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે. જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી. સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે 2 હજાર થી 3 હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે.

જ્યાં ચાલું વર્ષે પણ પ્રથમ દિવસે 600 થી 700 જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચુક્યા છે. જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે. સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં લાંબી કતાર અને નીચે બેઠેલા વાલીઓની આ લાઈન કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટેની છે. એક જ પરિસરમાં આવેલી ત્રણ પાલિકા સંચાલિત શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા રહેલી છે. જેની સામે દર વર્ષે 2 હજારથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલે છે.

જ્યાં ચાલુ વર્ષે પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ શાળામાં માત્ર સામાન્ય અને ગરીબ વર્ગના નહીં પરંતુ શ્રીમંત પરિવારમાંથી આવતા લોકો પણ પોતાના બાળકોને શાળામાં એડમિશન અપાવવા માટે પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. નવા શૈક્ષણિક ક્ષત્ર માટે શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે પ્રથમ દિવસે પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે 600 જેટલા વાલીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા છે.આ સરકારી શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. બાળકના જન્મ દિવસે કેક નહીં, પરંતુ ધાર્મિક રીતે કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે.

ઘર જેવું વાતાવરણ પૂરું પાડી બાળકોને અભ્યાસ આપવામાં આવે છે. અહીં આચાર્યને પ્રિન્સિપલ નહીં પરંતુ ગુરુ અને શિક્ષકને ટીચર નહીં પરંતુ દીદી તરીકેના ઉપનામ આપી વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવે છે. જે શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈ લોકો પોતાના બાળકોને અહીં પ્રવેશ અપાવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ખાનગી શાળાની જેમ જ આ શાળામાં પણ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. જેનાથી પ્રભાવિત થઈ હાલ ખાનગી શાળામાં અભ્યાસ લઈ રહેલા પોતાના બાળકોને ઉઠાડી આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જેથી હવે સમય બદલાયો છે અને વાલીઓ ખાનગી શાળાના બદલે પોતાના બાળકોને હવે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.

જેથી હવે ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓ પણ પાછળ રહી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉતરાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથેની આ શાળામાં શરૂઆતના ધોરણે 257 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી. ઉચ્ચ ડિગ્રી સાથે અભ્યાસ કરાવતા શિક્ષકોની શિક્ષણ પ્રણાલીકાના કારણે બાળકોમાં આવેલા સંસ્કારો અને સિંચનના કારણે વાલીઓ શાળાના આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

જ્યાં ધીરે ધીરે આ શાળાઓમાં વાલીઓની સંખ્યા પણ ઉતરોતર વધતી ગઈ હતી. જે બાદ પાલિકા દ્વારા શાળાનું બાંધકામ પણ વધારવામાં આવ્યું હતું. જ્યાં આજે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 3500 જેટલી થઈ ગઈ છે.  દર વર્ષે અહીં પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓનો ઘસારો રહે છે. જે ઘસારો ચાલુ વર્ષે પણ હાલ જોવા મળ્યો છે. શાળાના આચાર્યોના જણાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 600 જેટલા પ્રવેશ ફોર્મ હમણાં સુધી આવી ચૂક્યા છે. જે આંક વધવાની પણ શક્યતાઓ રહેલી છે. સરકાર તરફથી જેમ જેમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ તેમ બાકી રહેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે.

પરંતુ સુરતના ઉતરાયણ વિસ્તારમાં આવેલી આ શાળામાં પોતાના બાળકોને પ્રવેશ આપવા માટે વાલીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સરકારી શાળાઓમાં અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું નહીં પરંતુ શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ બી.એડ પાસ હોવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન પણ ખુબ જ સારી રીતે થાય છે. તે જ કારણ છે કે હવે ખાનગી શાળાઓના બદલે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

જેથી હવે વાલીઓમાં ખાનગી શાળાના બદલે સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટેનો ક્રેઝ પણ બદલાયો છે. જે સુરત મહાનગરપાલિકા માટે ગર્વ લેવાની બાબત બનીને સામે આવી છે.  અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલોની સ્થિતિમાં સુધારા બાદ હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ખાનગી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ તંત્ર સંચાલિત સ્કૂલોમાં એડમિશન લઈ રહ્યા છે. આ વર્ષે અમદાવાદમાં 5313 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને કોર્પોરેશનની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.. ખાસ કરીને અમદાવાદમાં કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલો શરૂ થયા બાદ અવળો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, કોર્પોરેશન સંચાલિત શાળામાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, માળખાકીય સવલતોમાં થઈ રહેલા વધારાના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ મહાનગરપાલિકાની 450 જેટલી સ્કૂલોમાં ખાનગી સ્કૂલોમાંથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. જોકે આ વર્ષે સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યા ગત વર્ષની સરખામણી ઓછી છે.. ગત વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 9 હજાર 500 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો… પરંતુ છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળામાં શિફ્ટ થતા બાળકોની સંખ્યા 5 હજારથી વધુ જ છે.