Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પ્રયાગરાજમાં રાહુલ અને અખિલેશની સભામાં નાસભાગ મચી, કાર્યકરો બેરિકેડ તોડીને ઘૂસ્યા, ઘણા ઘાયલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની લોકસભા ચૂંટણી માટેની જાહેર સભામાં હંગામો થયો હતો. જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી કાર્યકર્તાઓ બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. પ્રયાગરાજ જિલ્લામાં બે સંસદીય મતવિસ્તાર છે, ફૂલપુર અને અલ્હાબાદ. રવિવારે બંને સંસદીય ક્ષેત્રોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની સંયુક્ત ચૂંટણી પ્રચાર અર્થે જાહેરસભા હતી.

મળતી માહિતી મુજબ લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં સપા અને કોંગ્રેસના કાર્યકરોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિધાનસભા અધ્યક્ષ અખિલેશ યાદવને જોવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટીપડ્યા હતા અને તેમાં અમુક કાર્યકરો બેરિકેડ તોડી અંદર ઘૂસ્યા હતા. સાથે થોડા કાર્યકરો સ્ટેજ પર પણ ચઢી ગયા હતા. આ પછી રાહુલ ગાંધી અને અખિલેશ ગુસ્સે થઈ ગયા. કાર્યકર્તાઓની આ કાર્યવાહીથી નારાજ બંને નેતાઓ કંઈ બોલ્યા વગર ચાલ્યા ગયા હતા. બંને નેતાઓ મંચ છોડી ગયા. બંને નેતાઓ અહીંથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા.