Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બે કેદીઓને જેલનાં બાથરૂમમાં મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહેતા જેલ જડતી સ્કોર્ડ દ્વારા કાચા કામના કેદીને બાથરૂમમાં મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા રંગેહાથ ઝડપી પાડી કાચા કામના બે કેદી વિરૂધ્ધ ફરિયાદ નોંઘાવી છે. રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી પ્રતિબંધિત એવો મોબાઇલ ફોન મળવાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે.

લાજપોર જેલની સ્થાનિક જડતી સ્કોર્ડના કોન્સ્ટેબલ તથા તેમનો સ્ટાફ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે યાર્ડ નં.સી7ની જડતી કરતા બેરેક નં.1 અને 2ના કોમન સંડાસ બાથરૂમમાં બેરેક નં.1માં કાચા કામના કેદી દીપકુમાર શિવજી પાંડે કેચોડા કંપનીના મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યો હતો. જેથી જડતી સ્કોર્ડના સિપાહી જયેશ પગીએ આરોપી દીપકુમાર પાંડે પાસેથી મોબાઇલ કબ્જે લઇ પૂછપરછ કરી હતી. જેમાં ઉપરોકત મોબાઇલ યાર્ડ નં.સી7માં બેરેક નં.2માં કેદ કાચા કામના કેદી નાગેશકુમાર ઉર્ફે અંકિત વિજય ભગતનો હોવાની કબૂલાત કરી હતી. જેથી ઇન્ચાર્જ જેલર દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં દીપકુમાર અને નાગેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.