આઈપીએલ 2024 વચ્ચે પંડ્યા ભાઈઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઈએ ક્રિકટરો સાથે છેતરપિંડી કરી છે. મુંબઈ પોલિસે આ મામલે પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. કથિત રીતે મુંબઈ સ્થિત ભાગીદારી પેઢીમાંથી આશરે રૂ. 4.3 કરોડની ઉચાપત કરી હતી, જેના કારણે ક્રિકેટર અને તેના ભાઈ કૃણાલને નુકસાન થયું હતું.વૈભવ પર છેતરપિંડીનો આરોપ છે. હકીકતમાં, 2021માં ત્રણેયે સંયુક્ત રીતે પોલિમર બિઝનેસ શરૂ કર્યો. ભાગેદારીમાં એ શરત હતી કે, ક્રિકેટર અને તેના ભાઈ દરેક મૂડીના 40% મૂકશે, જ્યારે સાવકો ભાઈ 20% પૈસા મૂકશે અને પેઢી ચલાવવાની સંપૂર્ણ જવાબદારી લેશે.
સાવકા ભાઈએ ટર્મ્સનું ઉલ્લંધન કરતા ક્રિકેટર અને તેના ભાઈને જાણ કર્યા વિના તે જ વ્યવસાયમાં બીજી પેઢી ખોલી. એક સૂત્રએ કહ્યું આનાથી મુખ્ય કંપનીને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેણે કહ્યું કે સાવકા ભાઈએ ગુપ્ત રીતે તેનો નફો 20% થી વધારીને 33.3% કર્યો, જેના કારણે ક્રિકેટર અને તેના ભાઈને નુકસાન થયું. સાવકા ભાઈએ કથિત રીતે ભાગીદારી પેઢીના ખાતામાંથી લાખો રૂપિયા પોતાના ખાતામાં ડાયવર્ટ કર્યા હતા અને 1 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ સમગ્ર વાત વિશે જ્યારે પંડ્યા બ્રધર્સને જાણ થઈ તો તેમને ધમકી પણ આપવામાં આવી હતી.
આ વિશે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ વૈભવ વિરુદ્ધ એક્શન લેવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. જ્યારે ક્રૃણાલ પંડ્યા કેએલ રાહુલની કેપ્ટશીપ વાળી લખનૌ સુપર જાયન્ટસની ટીમમાં સામેલ છે. આ પહેલા બંન્ને લાંબા સમય સુધી અંબાણી પરિવારની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં સાથે રમી ચુક્યા છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે આઈપીએલ 2024ની 25મી મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેચ 7 30 કલાકથી શરુ થશે.બંન્ને ટીમો હાલમાં પોઈન્ટ ટેબલમાં બોટમ-3માં છે.
