Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉચ્છલનાં ફૂલઉમરાણ ગામની સીમમાં રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ફૂલઉમરાણ ગામની સીમમાં ટાવલીથી કરોડ જતાં ફૂલઉમરાણ ગામનાં સ્મશાન પાસે રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં કરોડ ગામનાં પટેલ ફળિયામાં રહેતા દિનેશભાઈ નટવરભાઈ વળવી નાંઓ તારીખ 21/01/2024નાં રોજ પોતાના કબ્જાની અતુલ રીક્ષા નંબર GJ/07/VW/1362ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડની ડાબી બાજુમાં પલટાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરોમાં લક્ષ્મીબેન વજર્યાભાઈ વળવી (ઉ.વ.61., રહે.કરોડ ગામ, પટેલ ફળિયું, ઉચ્છલ)નાને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તથા શરીરે ઈજા પહોંચવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને વિજયભાઈ દીત્યાભાઈ વળવી નાંઓને ડાબા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જયારે રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે સુનીલભાઈ વજર્યાભાઈ વળવી નાંએ ઉચ્છલ પોલીસ મથકે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.