Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લા કક્ષા,તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા કક્ષા,તાલુકાકક્ષા અને નગરપાલિકાકક્ષાએ વિવિધ સ્થળોએ સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

  

સ્પર્ધામાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.xn--in-xmgt4a5g/ તા.૦૬ થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૯ ડિસેમ્બરના રોજ શાળાકક્ષાએતા.૨૩મીએ તાલુકા અને નગરપાલિકાકક્ષાએ તથા તા.૨૬મીએ જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે. જયારે તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ રાજયકક્ષાએ સ્પર્ધા યોજાશે.સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.તથા વિજેતાઓને આપવાની થતી રોકડ રકમ ચેક સ્વરૂપે ડીબીટીના માધ્યમથી તેઓના ખાતામાં જમાં કરવામાં આવશે.     

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!