આમ આદમી પાર્ટી માટે હજી એક મોટો ઝટકો, દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હી કોર્ટે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. આ બીજી વખત છે જ્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. અગાઉ, નીચલી અદાલત, HC અને SCએ તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝએ વન્યૂકોર્ટના આ નિર્ણયને પડકારતાં મનિષ સિસોદિયા હવે હાઈકોર્ટમાં જશે. રાઉઝએવન્યુ કોર્ટે થોડા દિવસો પહેલા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
રાઉઝએવન્યુ કોર્ટમાં જજ કાવેરી બાવેજા સમક્ષ સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે સિસોદિયા આ કૌભાંડના કિંગપિન છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. સીબીઆઈએ કહ્યું કે જો સિસોદિયાને જામીન આપવામાં આવે છે, તો તેઓ દબાણ દ્વારા પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે. મનિષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દિલ્હી એક્સાઇઝ પૉલીસી2021-22ની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.




