Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગણદેવીમાં રૂપિયા આપવાનો ઈન્કાર કરતા યુવક પર જીવલેણ હુમલો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીના ગણદેવીના કાલુવાડમાં રહેતો અને હાટવાડા કરી જીવન નિર્વાહ કરતો ઈરફાનભાઈ સમદભાઈ શેખ(ઉ.વ.૪૫) શનિવારે રાત્રે ઘરે થી જમીને તોરણગામ કોઠી ફળિયા સ્થિત ગરનાળાની પાળ ઉપર બેઠો હતો. તે સમયે આરોપી કેનીલ દિનેશભાઈ નાયકા (ઉ.વ.૨૪., રહે.કોઠી ફળીયા, તોરણગામ, ગણદેવી) નાએ ઈરફાન પાસે આવી ૧૦ રૂપિયા આપ એવી માંગણી કરી હતી. જે આપવાનો ઈરફાનએ ઈનકાર કરતા ઉશ્કેરાયેલા કેનીલે હાથમાં પાછળ છુપાવેલી હથોડી કાઢી ઈરફાનના માથા પાછળ ફટકારી દીધી હતી.

જેને પગલે ઈરફાન નીચે પટકાયો હતો. દરમિયાન હુમલાખોર ભાગી નીકળ્યો હતો ત્યારબાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્ત ઈરફાનને ગણદેવી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં અને તેમના પરિવારને જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો. ઈરફારને ગંભીર ઇજા હોવાથી ડોક્ટરે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતાં. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત ઈરફાનની ભત્રીજીએ ગણદેવી પોલીસમાં હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.