Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અંકલેશ્વરનાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા તો અગન જવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ૮ ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે, ત્યારે રસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે, પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.