Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બલીઠા હાઈવે પરથી બકરા ભરેલ ટ્રક સાથે ચારની અટકાયત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ કંટ્રોલ રૂમ મારફતે મળેલી બાતમીને આધારે વાપી ટાઉન પોલીસે બલીઠા હાઈવે ઉપર ટ્રકનો પીછો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકને ગોકુળ વિહાર સામે આંતરી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા ૧૨૮ બકરાને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. વળી ઝડપાયેલા ઈસમ પાસેથી આ બકરા વહન કરી જવા અંગે કોઈ પાસ પરમિટ પણ મળી ન હતી. તેથી પોલીસે તમામ બકરાને રાતા પાંજરાપોળને સોંપી દીધા હતા.

જ્યારે ટ્રક ચાલક મોહમદ ઈકબાલ મસાક શેખની પૂછપરછ કરાતા આ ટૂંક સાજીદ હુસેન અબ્દુલ સતારભાઈ ખાંજી (રહે.જમાલવાલ, મદીના મસ્જિદ પાસે, મોડાસા)ની હોવાનું જણાવ્યું હતું તથા ટ્રકમાં બેસેલા બીજા ઈસમે પોતાનું નામ ધરમપાલસિંહ ઓમકારમલ હીરાલાલ ખટીક (રહે.ખટીકોકા મહોલ્લા, ચીચવાડી ગામ, પોસ્ટ ચીધવાડી, તા.ચૌમુર, જિ.જયપુર, રાજસ્થાન) અને તે પોતે બકરાનો માલિક હોવાનું જણાવ્યું હતું તેમજ અન્ય સાથે રહેલા ઈસમોમાં સમઅવતાર રામચન્દ્રજી બુનકર, રમેશકુમાર માલીરામ ભાંડ (રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આ તમામની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.