વડોદરામાં અટલાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સહજાનંદ ફ્લેટની પાછળ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડી રોકડા 4000, 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,000/-ના મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે પકડાયેલા જુગારીઓમાં સંજય સનાભાઇ વસાવા અને બાબુભાઈ કાલિદાસ ધોબી તેમજ કિરીટસિંહ બળવંતસિંહ સોલંકી (ત્રણેય રહે.વસાવા ફળિયુ, અટલાદરા ગામ) તથા લક્ષ્મણ સોમાભાઈ પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




