આસામ રાઇફલ્સના જવાનોએ મિઝોરમના લોંગટલાઇ જિલ્લામાં આશરે ૧૧.૮૫ કરોડ રૂપિયાની પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરવા સાથે ત્રણ મ્યાનમાર નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. 
બાતમીના આધારે કાકીચુહા ગામમાં એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી, જ્યાં ત્રણ મ્યાનમારના અને એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજામાંથી ૩.૯ કિલોગ્રામ વજનની ૮૦,૦૦૦ મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ પ્રતિબંધીત ગોળીઓ સાથે ધરપકડ કરાયેલ વ્યક્તિઓને કાયદાકીય કાર્યવાહી માટે મિઝોરમ પોલીસને સોપવામાં આવ્યાં હતા.



