Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે Gender Diccrimination and Nutrition વિષય પર રાજ્યકક્ષાનો સેમીનાર યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢનાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તેમજ SETU મહિલા અને બાળ વિકાસ વિભાગ, GRC ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે Gender Diccrimination and Nutrition વિષય પર રાજ્યકક્ષાનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાનો સેમીનાર કોલેજના આચાર્યનાં  માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને વહીવટ કર્તાઓને જાતિગત ભેદભાવો અને પોષણ અંગે પ્રાથમિક માહિતીઓથી અવગત કરાવવાનું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થીઓને GRC દ્વારા અપાયેલ માહિતી પત્રકો અને ફોલ્ડર કિડ સ્વરૂપે વિપરીત કરવામાં આવ્યા હતા. આ સેમીનાર પદ્મશ્રી રમીલાબેન ગામીતની અધ્યક્ષતા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારીની કચેરી તાપીનાંઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જાતિગત ભેદભાવો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

સેમિનારના દ્વિત્ય વક્તા તરીકે તાલુકા આરોગ્ય અધિકારી સોનગઢના પણ હાજર રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને તંદુરસ્ત સ્વાસ્થય માટે પોષણયુક્ત આહાર લેવા માટે અનુરોધ કર્યો હતો આ ઉપરાંત જિલ્લા કો-ઓર્ડીનેટર મહિલા અને બાળ વિકાસ વિભાગ અધિકારીની કચેરી તાપીનાંએ સરકારશ્રીની મહિલા કલ્યાણની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ વક્તાશ્રીઓએ વિદ્યાર્થીઓને મૂંઝવણનો સંતોષકારક પ્રયુત્તર પણ આપ્યો હતો.