અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની ચોથી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં હાર્દિક પંડ્યાને લઈ ખુબ ધમાલ પણ મચી હતી. હાર્દિક પંડ્યાને રોહિત શર્માના સ્થાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંડ્યાએ ગત્ત સીઝન સુધી ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલો હતો. આ સીઝનથી પહેલા મુંબઈએ ટ્રેડ કર્યો હતો. હવે બંન્ને ફ્રેન્ચાઈઝીઓના ચાહકો હાર્દિક પંડ્યાથી નારાજ છે અને અમદાવાદમાં હૂટિંગ પણ થયું છે. મેચ દરમિયાન હાર્દિકે એક અજીબો ગરીબ નિર્ણય પણ લીધો છે. તેમણે ફીલ્ડિંગ માટે રોહિત શર્માને 30 યાર્ડ સર્કલથી બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા પૂર્વ કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવવા જાય છે પરંતુ હિટમેન ગ્રાઉન્ડમાં જ પંડ્યાનો ક્લાસ લગાવી દીધો હતો.
સોશિયલ મીડિયા પર ગુજરાત ટાઈટન્સ અને મુંબઈની મેચ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પાછળથી આવી રોહિત શર્માને ગળે લગાવે છે. અને પછી રોહિત તેની સાથે વાત કરી રહ્યો છે. રોહિત શર્મા જે રીતે વાત કરી રહ્યો છે તે જોઈને લાગી રહ્યો છે કે, તે પંડ્યાથી નારાજ છે. હાર્દિકે કરેલી ભુલો પર તેને સમજાવી રહ્યો છે.જો કે, જ્યારે રોહિત તેમના પર ગુસ્સે થવા લાગે છે, ત્યારે પાછળ ઉભેલા રાશિદ ખાન અને આકાશ અંબાણી પણ જોવા લાગે છે. બંનેની પ્રતિક્રિયા પણ વીડિયોમાં કેદ કરવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સે ટોસ ગુમાવી પહેલા બેટિંગ કરતા 6 વિકેટ પર 168 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની સામે 169 રનનો ટાર્ગેટ હતો. મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટ પર 162 રન જ બનાવી શકી અને 6 રનથી મેચ હારી ગઈ છે.
