જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારથી જ સામસામે ગોળીબાર શરૂ થયો છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સેના અને પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દેતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.




