Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગંભીરા બ્રિજ દુર્ઘટના : આખરે 28 દિવસ બાદ પુલ પર ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવામાં આવ્યું, કઈ રીતે કાઢવામાં આવ્યું?

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગંભીરા બ્રિજ પરથી 28 દિવસ બાદ પુલ પર ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવામાં આવ્યું હતું. પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, ગંભીરા પૂલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. કંપનીના તજજ્ઞોએ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને અત્યારે સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું છે.

કઈ રીતે કાઢવામાં આવ્યું? : ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ એર બલૂનથી ટેન્કર ઉતારવાની યોજના ઘડવામાં આવી હતી, પરંતુ તે વધુ ખર્ચાળ તેમજ જોખમ પણ રહેલું હોવાથી કંપનીના નિષ્ણાંત એન્જિનિયરો દરિયામાં વહાણ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતાં આધુનિક સાધનોની મદદથી એર લિફ્ટિંગ રોલર બેગનો ઉપયોગ કરીને મોટી ક્રેઇનની મદદથી ટેન્કર બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. ટેન્કર બહાર કાઢવા માટે સૌથી પહેલા બેસી ગયેલા બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે ગેસ ભરેલી એર લિફ્ટિંગ રોલર બેગ મૂકીને ટેન્કરને બ્રિજના લેવલે સમતલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્કરને પકડી રાખવા સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેઇનના ઊંચા પોલ સાથે 900 મીટર કેલબ લગાવીને ટેન્કરને કેબલ સાથે બાંધીને ખેંચવામાં આવ્યું હતું.