દેશની રાજધાની માં યોજાઇ હતી ઈફકોની ચૂંટણી, આ વખતે ભાજપ ની સામે ભાજપ જેવી સ્થિતિ હતી, ભાજપ ના બીપીન ગોતા અને જયેશરાદડિયા વચેની હતી જંગ, ધારાસભ્ય જયેશ રાદડિયા એ ફોર્મ ભરીને પાર્ટી ના મેન્ડેટને પડકાર્યો હતો. ભાજપે બીપીન પટેલ (ગોતા ) ને સમર્થન આપ્યું હતું જ્યારે જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ દાવેદારી નોધાવીહતી અને તેમાં જયેશરાદડિયાને100 મતોથીવધુ મત મળતા બહુમતી ના કારણે ભવ્ય વિજય થયો હતો. આ ચૂટણી મા ૧૮૨ મતદાર હતા, પણ 180 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ ના ૯૮ મત હતા.




