Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાલોડનાં યુવકને વિડીયો કોલમાં છોકરીએ અશ્લીલ હરકતો કરી રૂપિયાની માંગણી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ નગરમાં રહેતા ૨૨ વર્ષીય યુવકને ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી પડી ભારે પડી ગઈ હતી. આ યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો હતો અને આ વિડીયો કોલમાં છોકરીએ અશ્લીલ હરકતો કરી આશરે એક મીનીટ બે સેકન્ડનો વિડીયો બનાવી લઈ રૂપિયાની માંગણી કરી હતી જેથી યુવકે ગભરાઈને પહેલા ૫,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ પાછા પૈસાની માંગણી કરતા યુવકે છેતરપીંડી થયા અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. ટેકનોલોજીના આધુનિક યુગમાં હવે ગુનેગાર અને ગુન્હાના પ્રકાર પણ આધુનિક થઈ ગયા છે. હવે ગુન્હો આચરવા માટે ક્યાંય જવાની જરૂરિયાત રહી નથી. સોશ્યલ મીડિયા મારફત હવે સાયબર ફ્રોડ ક્ષણભરમાં દુનિયાના એક છેડેથી બેસીને બીજા છેડે આચરી લેવામાં આવે છે.

હાલ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને હાલ અનેક રીતે આર્થિક ઉચાપત કરી લેવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ હાલ ન્યૂડ કોલનો શિકાર બનાવી મોટી રકમ પડાવી લીધાની ઘટનાઓમાં મોટો ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વાલોડનાં સુંદરનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ કિશનભાઈ મિસ્ત્રી (ઉ.વ.૨૨)નો ફર્નિચરનો ધંધો કરે છે,જયેશભાઈએ તારીખ ૦૭/૦૬/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તારીખ ૦૬/૦૬/૨૦૨૫૨૦૨૫ નાંરોજ સાંજના સમયે ફેસબુકમાં ‘Payal Kunwar’ના નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિક્વેસ્ટ જયેશભાઈએ એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ રાત્રીના અગ્યારેક વાગ્યાનાં અરસામાં ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરેલ ‘Payal Kunwar’ ફેસ બુક આઇડી ઉપરથી મેસેજ આવવા લાગ્યા હતા. જેમા કોઈ છોકરી વાત કરતી હોય તેવા મેસેજ કરેલા અને જયેશભાઈ પાસેથી વોટ્સએપ નંબર માંગ્યો હતો જેથી જયેશભાઈએ 9313069455 સેંડ કરેલ હતો.

ત્યારે જયેશભાઈનાં વોટ્સએપ ઉપર મોબાઈલ નંબર 7378054630 ઉપરથી મેસેજ આવવા લાગ્યા હતા અને તે છોકરી હોય તેવી રીતે ચેટમાં વાત કરતી હતી ત્યાર પછી જયેશભાઈએ વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો હતો જેમાં એક છોકરી હતી અને તે છોકરી અશ્લીલ હરકતો કરી રહી હતી અને તેણીએ જણાવેલ કે, ‘show me youre penis’ કહેતા વિડિયો કોલ કાપી નાંખેલ હતો. તેમ છતાં તેણીએ જયેશભાઈને ફરિથી વિડીયો કોલ કર્યો અને વાતોમાં લઈ વિડીયો કોલમાં તેણીએ કપડા ઉતારેલા અને અવાર-નવાર ‘Show me youre penis’ કહેતા જયેશભાઈએ પણ વિડીયો કોલમાં ગુપ્તાંગ બતાવ્યું હતું જેથી સામેવાળીએ આશરે એક મીનીટ બે સેકન્ડનો વિડીયો બનાવી લીધો હતો અને તરત મોબાઈલ નંબર 7378054630 ઉપરથી જયેશભાઈને વોટ્સએપ ઉપર અશ્લીલ વિડીયો સેંડ કર્યો હતો અને કહ્યું કે તમારો આ વિડીયો ફેસબુક ઉપર તમારા ફ્રેન્ડસને મોકલી આપીશું.

પરંતુ જો તારે આ વિડીયો ડિલીટ કરવાનો હોય તો રૂપિયા ૨૫,૦૦૦/- આપવા પડશે તેવું કહ્યું હતું અને અવાર-નવાર મોબાઈલ નંબર 7378054630 ઉપરથી જયેશભાઈને વોટ્સએપ કોલ પણ આવ્યો હતો. જેમા એક પુરૂષ ઇસમ વાત કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને તેઓએ UPI થી પૈસા ટ્રાન્ફર કરવા માટે મોબાઇલ નંબર 9211405880 મોકલાવેલ જેથી જયેશભાઈએ તેમના મોટો ભાઈ જીગરભાઈ કિશનભાઈ મિસ્ત્રીનો સુરત ખાતે રહે છે અને સમગ્ર ઘટના બાબતે જાણ કરતા જયેશભાઈનાં મોટા ભાઈએ તેના SBI બેંકનાં ખાતા નંબર 34 721881816 સાથે લીંક ગુગલ-પે એકાઉન્ટથી રૂપિયાની માંગણી કરનાર સામેવાળ ઈસમનાં મોબાઇલ નંબર 9211405880 ઉપર રૂપિયા ૫૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. તેમછતાં સામેવાળા અજાણ્યા ઇસમએ બીજા રૂપિયા ૨૦,૦૦૦/- ટ્રાન્સફર કરો નહિ તો વિડીયો વાઇરલ કરીશું તેવી ધમકી આપી હતી. આમ, અજાણ્યા લોકોએ અશ્લીલ વિડીયો બનાવી ફેસબુક ઉપર અપલોડ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જોકે રૂપિયા ૫૦૦૦/- ગુગલ-પેથી ટ્રાન્સફર કર્યા હોવા છતાં બીજા નાણાંની માંગણી કરતા જયેશભાઈ સાથે સાયબર ફ્રોડ થયા હોવાનું સમજાતા સાયબર હેલ્પ લાઇન નંબર 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!