બોટાદના નવા પ્લોટ ભદ્વાવડી વિસ્તારમાં રહેતાં ઘનશ્યામભાઇ રામજીભાઈ કાનેટીયાનો પુત્ર અને ગઢીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઈ ઘનશ્યામભાઈ કાનેટીયા (ઉ.વ.૪૦) પોતાનું મોટરસાયકલ નંબર જીજે/૦૧/યુજી/૦૮૫૩નું લઇને ગઢીયા ગામ ખાતેથી સ્કુલેથી ઘરે ભદ્રાવડી પરત આવતો હતો. તે દરમ્યાન સાંકરડી રાજઅતિથી હોટલથી પાળીયાદ તરફ આશરે દોઢેક કિમીટર આગળ રોડ ઉપર પહોંચતા પાછળથી કાર નંબર જીજે/૧૩/સીસી/૦૯૩૯ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને ગફલત ભરી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પાછળથી કિરણભાઈની મોટરસાયકલ સાથે અથડાવી કિરણભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા કિરણભાઈનું સાથળ પરજ મોત નિપજાવી સ્થળ ઉપર કાર મૂકી નાસી છૂટયો હોવાની ફરિયાદ મૃતકના પિતા ઘનશ્યામભાઈએ કાર ચાલક વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



