Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશમાં ડોક્ટરનાં અક્ષરો ઉકેલવામાં તકલીફ પડતાં ડોક્ટરને નોટિસ જારી કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડોક્ટરનાં અક્ષરો ઉકેલવામાં ઘણાને તકલીફ પડતી આપણે જોઈ છે. પરંતુ, મેડિકલ સ્ટોર અને પેથોલોજી લેબોરેટરીવાળા તેને આરામથી સમજી શકતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશમાં અનોખો મામલો સામે આવ્યો છે. જે સામે આવ્યા બાદ ડોક્ટરને નોટિસ જારી કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, મૂળ મધ્યપ્રદેશનાં સતના જિલ્લાના ડોક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ પ્રિસ્ક્રિપ્શન નાગૌદ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના ઓપીડીનું છે. અરવિંદ કુમાર સેન નામના દર્દીને શરીરના દુખાવા અને તાવની ફરિયાદ બાદ ડોક્ટરે તેને દવાઓ લખીને આપી હતી. આ મામલાની નોંધ લઈને સ્વાસ્થ્ય અધિકારીએ ડોક્ટરને નોટિસ જારી કરી છે.