Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સચીનમાં રક્ષાબંધનમાં રાખડી બંધાવવા આવેલ કિશોરે કારણસર ફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં ગમગીની છવાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના સચીનમાં રક્ષાબંધનમાં રાખડી બંધાવવા આવેલો ૧૨ વર્ષ દસ માસના કિશોરે બુધવારે સાંજે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. સિવિલથી મળેલી વિગત મુજબ, સચીનમાં પાલીગામમાં નારાયમનગરમાં લાલજીભાઇની ચાલમાં રહેતો ૧૨ વર્ષ ૧૦ માસનો કપતાન વિજયકુમાર વર્માએ બુધવારે સાંજે ઘરમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

જયારે કપતાન વતન ઉતરપ્રદેશમાં અયોધ્યાથી થોડા દિવસ પહેલા રક્ષાબંધનમાં રાખડી બંધાવવા સહિતના માટે સુરતમાં રહેતી બહેનના ઘરે આવ્યો હતો. જોકે રક્ષાબંધનના ગણતરીના દિવસ બાકી હતા. ત્યારે તેણે કોઇ કારણસર આ પગલુ ભરતા પરિવારજનો પર આભ તુટી પડયુ હતુ. જયારે તે બે બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. તેણે આ પગલુ ભરવા પહેલા ઇન્ટ્રાગ્રામ ઉપર ગીત અંગેની પોસ્ટ મુકી હોવાનું તેના પરિચિતે કહ્યુ હતું. તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે. ઘટના અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!