Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આ એક કેસમાં કોર્ટે નવ પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તમિલનાડુના મદૂરાઈમાં કોરોના કાળ દરમિયાનના એક કેસમાં કોર્ટે નવ પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. તેમજ તેમની પર સંયુક્ત રીતે રૂપિયા 1.40 કરોડનો દંડ પણ ફટકાયો છે. આ ઘટનાની વિગતો મુજબ વર્ષ 2020 કોરોના કાળ દરમિયાન જ્યારે લોકડાઉન હતું ત્યારે પોલીસે એક પિતા અને પુત્રને દુકાન ખુલ્લી રાખવા બદલ કસ્ટડીમાં લીધા હતા. તેમજ તેની બાદ માર મારવામાં આવ્યો હતો. જેમાં તેમના મૃત્યુ થયા હતા.

ai generate image

આ ઘટનાની વિગત મુજબ મદુરાઈની એક કોર્ટે સોમવારે નવ પોલીસ કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે.આ બધા અધિકારીઓને થુથુકુડીના સથાનકુલમમાં કસ્ટડીમાં હતા ત્યારે પિતા અને પુત્રને  ક્રૂર ત્રાસ આપીને હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ન્યાયાધીશે  આને “દુર્લભમાં દુર્લભ” કેસ ગણાવ્યો હતો. તેમણે અવલોકન કર્યું હતું કે જનતાની સુરક્ષાની જવાબદારી જેના શિરે હોય તેમના દ્વારા આ કૃત્ય  ગુનો  છે. કોર્ટે પી.જયરાજ અને તેમના પુત્ર જે.બેનિક્સની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવેલા તમામ નવ પોલીસ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી.

નોંધનીય છે કે આ ઘટના જૂન 2020  માં બની હતી, જ્યારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.આ સમયગાળા દરમિયાન જયરાજ અને બેનિક્સને તેમની મોબાઇલ ફોનની દુકાન નિર્ધારિત સમય કરતાં વધુ ખુલ્લી રાખવાના આરોપસર પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કસ્ટડી દરમિયાન તેમના પર ગંભીર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે થોડા દિવસો પછી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભારે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ, મદ્રાસ હાઇકોર્ટે આ બાબતની જાતે નોંધ લીધી હતી.  સીબીઆઇ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી.