તાજા સમાચાર
Online fraud : વૃધ્ધનાં ડિમેટ એકાઉન્ટમાંથી રૂપિયા ૪૬.૨૨ લાખના શેર વેચીને નાણાં સગેવગે કર્યા | Police Investigation : સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ કેનાલના પાણીમાં ખાબકતાં એક બાળકનું મોત, પોલીસ તપાસ શરૂ | Crime : લગ્ન પ્રસંગમાં ડીજે પર ઊંચા અવાજે ગીતો વાગતા રહીશોએ ગીતો બંધ કરવાનું કહેતા મારામારી | ભારતે AI સમિટમાં અમેરિકાનાં નેતૃત્વ હેઠળનાં ‘Pax Silica’ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી | હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનોનાં એન્ટ્રી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, જાણો કેટલો થયો છે વધારો | બોમ્બે હાઈકોર્ટેનો ઐતિહાસિક ચુકાદો : સિંગલ મધર જો બાળકનો ઉછેર કરતી હોય તો તેને પિતાનું નામ, અટક કે જ્ઞાતિ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Online fraud : વૃધ્ધનાં ડિમેટ એકાઉન્ટમાંથી રૂપિયા ૪૬.૨૨ લાખના શેર વેચીને નાણાં સગેવગે કર્યા | Police Investigation : સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ કેનાલના પાણીમાં ખાબકતાં એક બાળકનું મોત, પોલીસ તપાસ શરૂ | Crime : લગ્ન પ્રસંગમાં ડીજે પર ઊંચા અવાજે ગીતો વાગતા રહીશોએ ગીતો બંધ કરવાનું કહેતા મારામારી | ભારતે AI સમિટમાં અમેરિકાનાં નેતૃત્વ હેઠળનાં ‘Pax Silica’ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી | હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનોનાં એન્ટ્રી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો, જાણો કેટલો થયો છે વધારો | બોમ્બે હાઈકોર્ટેનો ઐતિહાસિક ચુકાદો : સિંગલ મધર જો બાળકનો ઉછેર કરતી હોય તો તેને પિતાનું નામ, અટક કે જ્ઞાતિ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં |

ભારતે AI સમિટમાં અમેરિકાનાં નેતૃત્વ હેઠળનાં ‘Pax Silica’ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતે શુક્રવારે AI સમિટ દરમિયાન અમેરિકાના નેતૃત્વ હેઠળના ‘Pax Silica’ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં થયેલા આ કરાર સાથે જ ભારત સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિશ્વના સૌથી મોટા ગઠબંધનનો હિસ્સો બની ગયું છે. આ સંગઠનનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર અને રેર અર્થ મટિરિયલ્સની સપ્લાય ચેઇનને કોઈપણ અવરોધ વગર ચાલુ રાખવાનો છે. ખાસ કરીને એવા દેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે જે આ એલાયન્સનો હિસ્સો નથી. જોકે કરારમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ સ્પષ્ટ છે કે આ ઇશારો ચીન તરફ છે. પાકિસ્તાન પણ આ ગ્રૂપમાં સામેલ નથી.

ભારત અને અમેરિકા ઉપરાંત આ એલાયન્સમાં ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, ઇઝરાયેલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો સામેલ છે. આ દેશો સાથે મળીને ગ્લોબલ ટેક ઈકોસિસ્ટમ તૈયાર કરશે. પાંચ દિવસીય AI સમિટના છેલ્લા દિવસે આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વિશ્વભરના ટેક લીડર્સ અને 600 જેટલા સ્ટાર્ટઅપ્સ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘દુનિયાને ભારત પર ભરોસો છે.

આપણી પાસે મોટું ટેલેન્ટ પૂલ અને વિશ્વસનીય વિદેશ નીતિ છે. Pax Silica સંગઠન સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, મેન્યુફેક્ચરિંગ અને ચિપ ડિઝાઇન માટે અત્યંત મહત્ત્વનું છે. જેમાં ભારતમાં 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ઉત્પાદન શરુ થશે. હાલમાં ભારતમાં અત્યંત ઍડ્વાન્સ ‘નેનોમીટર ચિપ્સ’ ડિઝાઇન કરવામાં આવી રહી છે. અને અમેરિકન રાજદૂત સેર્જિયો ગોરે ભારતનું સ્વાગત કરતાં કહ્યું કે આ કરાર મુક્ત સમાજ અને અવિરત સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ આ સમિટમાં હાજર હતા. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં AI ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને ભારત-અમેરિકા વચ્ચેનો આ કરાર AIનો લાભ દરેક સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ગૂગલ આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સેતુ બનવા બદલ ગર્વ અનુભવે છે.

error: Content is protected !!