રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સહયોગથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષપદે રાજપીપલાના ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” થીમ (ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઈટ્સ, ઈકવાલિટી, એમ્પાવરમેન્ટ) ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે સમસ્ત નારી જગતને પ્રણામ કરતા જણાવ્યું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નર્મદા જિલ્લામાં અનેક વિવિધ ક્ષેત્રોમાં સિધ્ધિ હાસલ કરનાર મહિલાઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં ખાસ કરીને રમત-ગમત ક્ષેત્રે, આઈસીડીએસ વિભાગ સહિત શૈક્ષણિક વિભાગને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. 
આજે મહિલાઓ ગૃહિણીથી લઈને ઓફિસનુ કામ નિષ્ઠાપુર્વક નિભાવતા હોય છે. સ્ત્રીના અથાગ પ્રયત્નોને ઉચો હિમાલય પણ નડતો નથી આ કહેવતે મહિલાઓએ સાકર કરી બતાવ્યુ છે. વધુમાં જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મન કી બાતમાં સાઇબર ક્રાઈમ વિશે અનેક જાહેરાતો આપીને મહિલાઓને જાગૃત કરવાના સતત પ્રયત્ન કર્યા છે. જિલ્લાના નર્મદા પોલીસ વિભાગ દ્વારા દીકરીઓને સાઈબર ક્રાઇમમાંથી બચાવવા અનેક સરાહનિય જનજાગૃતિ કામગીરી કરવામાં આવે છે. તેમજ સરકારશ્રી દ્વારા અનેક સહાયો થકી મહિલાઓ અવકાશયાત્રી, ડૉકટર, એન્જીનીયર, આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિઓ મેળવીને દેશ-સમાજનું નામ ઉજાગર કર્યુ છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી પરમારે જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન, બેટી બચાવો બેટી પઢાવો, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા સ્વાવલંબન યોજના અંગેની વિસ્તૃતમાં માહિતી આપી હતી.
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમમાં ઉપસ્થિત નગર પાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલે સૌને મહિલા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે, સરકારશ્રી દ્વારા મહિલાને લગતી સહાયો અંગે માહિતી મેળવીને જેનો લાભ મહિલાઓએ મેળવો જોઈએ. બાર એસોસીયેશના પ્રમુખ શ્રીમતી વંદનાબેન ભટ્ટે પણ મહિલાઓના કાયદાઓ અંગેની માહિતી આપી હતી. બિરસામુંડ્ડા નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રીમતી નિતાબેન જણાવ્યું હતુ કે, જ્યાં નારીની પુજા થાય છે ત્યાં દેવોનો વાસ છે. મહિલાઓને સશક્તિકરણ બનાવુ હોય તો શિક્ષણ જરૂરી છે. જ્યારે સાઇબર ક્રાઇમ, એ.એસ.આઇ. શ્રીમતી પુજાબા રાઠોડ સાઈબર ક્રાઇમ ૧૯૩૦ હેલ્પ લાઇન વિશેની વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.
આ વેળાએ વ્હાલી દીકરી યોજનાના રાજપીપલાના લાભાર્થીઓને વ્હાલી દીકરી મંજુરી હુકમ અને વધામણા કીટ, દીકરી જન્મોત્સવના લાભાર્થીઓને દીકરી વધામણા કીટ તેમજ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ રેપલીકા, રમત ગમત ક્ષેત્રે ગોલ્ડ, સિલ્વર અને બોન્ઝ મેડલ પ્રાપ્ત ખેલાડીઓને ટી. શર્ટ, કેપ અને કિચેન મેડલ, આઈ.સી.ડી.એસ. વિભાગના શ્રેષ્ઠ આંગણવાડી વર્કરને બ્લેક બેગ, જિલ્લાની શૈક્ષણિક ક્ષેત્રમાં ધો. ૧૦ અને ૧૨ ના આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ટોપ ૧૦ વિદ્યાર્થીઓએ સન્માનિત, મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા ચાલતી મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલા સંમેલન વાળી બેગ, આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ આશાબેન, બિરસા મુંડા કોલેજ ઓફ નર્સિંગની વિદ્યાર્થીઓને સન્માન, TRB ના બહેનોનું સન્માન અને વ્હાલી દીકરી યોજના અન્વયે સૌથી વધારે ફોર્મ ભરનાર VCE ને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પરંપરાગત માધ્યમો થકી જન જાગૃતિ માટે જિલ્લા માહિતી કચેરી રાજપીપલા દ્વારા પૂર્વીઆર્ટ થિયેટર્સની ટીમ દ્વારા ‘દિકરી ઈશ્વરના હસ્તાક્ષર’ નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામા આવી હતી અને માહિતી ખાતા દ્વારા ઉપસ્થિતિ મહિકાઓને સાહિત્ય વિતરણ કરવામાં આવ્યુ હતુ.




