શિખર ધવનની આગેવાની વાળી પંજાબ કિંગ્સે ગુરુવારના રોજ ગુજરાત ટાઈટન્સને આઈપીએલ 2024ની 17મી મેચમાં હાર આપી સીઝનની બીજી જીત મેળવી લીધી છે. આ સાથે પંજાબની ટીમ આઈપીએલમાં મોટી છલાંગ લગાવવામાં સફળ રહી છે. આ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર બાદ શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સને નુકસાન થયું છે. ગુજરાતની આ સીઝનમાં બીજી હાર છે ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી છે. આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ છે.
આપણે વાત કરીએ પંજાબ કિંગ્સની તો ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચ પહેલા તે 7માં સ્થાને હતી,પરંતુ ગુજરાતને 3 વિકેટે હાર આપતા જ પંજાબની ટીમને ફાયદો થયો છે.પરંતુ નેટ રન રેટ ખરાબ હોવાના કારણે ટીમ ટોપ-4માં સ્થાન બનાવી લીધું છે. ટોપ-4માં ગત્ત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસના 4-4 અંક છે.નેટ રન રેટ સારો હોવાને કારણે બંન્ને ટીમ પંજાબથી ઉપર છે. ગુજરાત ટાઈટન્સને આ હાર બાદ નુકસાન થયું છે. ટીમ 5માં સ્થાનથી સીધી 6ઠ્ઠા સ્થાને પહોંચી છે.
ગુજરાતની આ ચોથી મેચમાં બીજી અને ઘર આંગણે પહેલી હાર છે. આઈપીએલ 2024માં ગત્ત સીઝનની જેમ 74 મેચ રમાશે. આઈપીએલ 2024માં જીતનારી ટીમને 2 અંક આપવામાં આવ્યા છે. જ્યારે હારનારી ટીમને કોઈ અંક મળ્યા નથી. ડ્રો કે પછી રિઝલ્ટ ન આવે તો આવી સ્થિતિમાં બંન્નેને 1-1 અંક આપવામાં આવે છે. લીગ સ્ટેજની છેલ્લી મેચ 19 મેના રોજ થશે. આઈપીએલ 2024ના પ્લેઓફ મેચ 21 મેના રોજ શરુ થશે અને 26 મેના રોજ આઈપીએલની ફાઈનલ રમાશે. 21 મેના રોજ ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 22મેના રોજ એલિમિનેટર મેચ પણ અહિ જ રમાશે. 24 મેના રોજ બીજી આઈપીએલ ક્વોલિફાયર મેચ ચેન્નાઈમાં રમાશે. 26મેના રોજ ચેપોકમાં ફાઈનલ મેચ રમાશે. આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ મળશે.
