ઈઝરાયલ દ્વારા ગાઝામાં હમાસ વિરુદ્ધ સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. જોકે ઈઝરાયલના સૈનિકો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોએ ગાઝામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો પર ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન ઈઝરાયલે ગાઝામાં ફરમાન જાહેર કર્યું છે કે, ‘લોકોએ ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું. ઈઝરાયલી સેના ખાન યુનિસ શહેરમાં હમાસના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં મુવાસીના ભાગ પણ સામેલ છે.
મુવાસીમાં ઘણાં કેમ્પ બનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકો રહે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ‘ખાન યુનિસની આસપાસના વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 70 લોકો માર્યા ગયા હતા.’ પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 39,100થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુનાઈટેડ નેશન્સે ફેબ્રુઆરીમાં અંદાજ લગાવ્યો હતો કે, આ પ્રદેશમાં લગભગ 17,000 બાળકો અનાથ થયા છે. પેલેસ્ટાઈનનાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝામાં યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 39,100થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. યુનાઈટેડ નેશન્સે ફેબ્રુઆરીમાં અંદાજ લગાવ્યો હતો કે આ પ્રદેશમાં લગભગ 17,000 બાળકો અનાથ થયા છે.




