ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી અને જ્વેલર્સને ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં એક તરફ લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને વ્યુ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે.
શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. આઈટીની ટીમ દ્વારા શહેરના વિવિધ 13 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ અચાનક દરોડાની કાર્યવાહીથી હોટલ અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, આ દરોડાની કાર્યવાહીમાં અંદાજે 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આ ઓપરેશન દરમિયાન બેનામી વ્યવહાર અને કાળુનાણું મળે તેવી શક્યતાઓ પણ છે. અગાઉ આઈટી વિભાગે અમદાવાદ અને રાજકોટમાં બિલ્ડરો અને જ્વેલર્સના ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
