Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News : માત્ર ૧૦ રૂપિયા માટે યુવાનની નિર્મમ હત્યા: તિલકવાડાના ભાદરવા ગામની ઘટના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે માત્ર ૧૦ રૂપિયાની નજીવી રકમ માટે એક શખ્સે ૪૧ વર્ષીય યુવાનની ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૃતક રાજેશભાઈ ધનજીભાઈ તડવી (ઉં.વ.૪૧) શુક્રવારે સવારે ભાદરવા સ્ટેશનથી કરિયાણું લઈને ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના ઝાંપા પાસે આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ગણપતભાઈ તડવી એ તેમની પાસે વાપરવા માટે ૧૦ રૂપિયા માંગ્યા હતા. રાજેશભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા ધર્મેન્દ્રએ તેમને આર.સી.સી. રોડ પર પાડી દીધા હતા. આરોપીએ રાજેશભાઈની છાતી અને ગળાના ભાગે લાતો મારી હતી અને ત્યારબાદ ગળા પર પગ મૂકી ગળું દબાવી દેતા રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સાક્ષી ગામના જ અન્ય યુવાનો બન્યા હતા, જેમણે પરિવારને જાણ કરી હતી. મૃતકના ભત્રીજા ભરતભાઈ બાબુભાઈ તડવીએ આ અંગે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!