તાજા સમાચાર
Latest News: દેશભરમાં ઉનાળાનું વહેલું આગમન: ફેબ્રુઆરીના અંતમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ, IMDનું એલર્ટ | Latest News: રાજકોટમાં રૂ.545 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું: DGGIએ બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી | Latest News: સરકારી નોકરીની ઘેલછાએ વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો: જૂનાગઢના વધાવી ગામમાં પૂનમ મારડિયાનો આપઘાત | Latest News : ગુજરાતને મળશે સૌથી લાંબી રેલવે ટનલ: તારંગા-અંબાજી-આબુરોડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી પૂરજોશમાં | Latest News : રૂ.182 કરોડના સાયબર ફ્રોડ કેસમાં બેંકના 3 કર્મચારીઓની ધરપકડ, બેન્કિંગ આલમમાં ફફડાટ | Latest News: સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીને વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ, 11 બાઈક જપ્ત |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News: દેશભરમાં ઉનાળાનું વહેલું આગમન: ફેબ્રુઆરીના અંતમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ, IMDનું એલર્ટ | Latest News: રાજકોટમાં રૂ.545 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું: DGGIએ બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી | Latest News: સરકારી નોકરીની ઘેલછાએ વધુ એક આશાસ્પદ યુવતીનો ભોગ લીધો: જૂનાગઢના વધાવી ગામમાં પૂનમ મારડિયાનો આપઘાત | Latest News : ગુજરાતને મળશે સૌથી લાંબી રેલવે ટનલ: તારંગા-અંબાજી-આબુરોડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી પૂરજોશમાં | Latest News : રૂ.182 કરોડના સાયબર ફ્રોડ કેસમાં બેંકના 3 કર્મચારીઓની ધરપકડ, બેન્કિંગ આલમમાં ફફડાટ | Latest News: સ્પોર્ટ્સ બાઈક્સ ચોરીને વેચી નાખવાના ગુનામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ, 11 બાઈક જપ્ત |

Latest News: દેશભરમાં ઉનાળાનું વહેલું આગમન: ફેબ્રુઆરીના અંતમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ, IMDનું એલર્ટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં હજુ હોળીના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કુદરતે પોતાનો મિજાજ બદલતા લોકોએ અત્યારથી જ આકરા ઉનાળાનો અનુભવ કરવો પડી રહ્યો છે. ઉત્તરથી લઈને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે, જ્યાં પારો સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.

આગામી સપ્તાહમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. ગુજરાત માટે સ્થિતિ વધુ ચિંતાજનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 અને 5 માર્ચના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનની સાથે અસહ્ય ઉકળાટ (હ્યુમિડિટી) અનુભવાઈ શકે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ સુધીમાં તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળશે.રાજધાનીમાં આકાશ ચોખ્ખું રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે.સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ ઇરોડ, સેલમ, મદુરાઈ અને અનંતપુરમાં પારો 37 ડિગ્રીને વટાવી ગયો છે.રાજસ્થાનના બાડમેર અને ફલોદીમાં ગરમીની તીવ્રતા સતત વધી રહી છે, જે માર્ચના બીજા પખવાડિયામાં વધુ વિકરાળ બની શકે છે. મેદાની વિસ્તારોમાં જ્યારે ગરમીનો કહેર વધી રહ્યો છે, ત્યારે હિમાલયના પહાડી વિસ્તારોમાં ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ સક્રિય થવાને કારણે થોડી રાહત મળી શકે છે. 3 અને 4 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ હિમાલયમાં હળવા વરસાદ કે હિમવર્ષા થવાની શક્યતા છે, જે ગરમીના મોજાને આંશિક રીતે રોકી શકે છે.

error: Content is protected !!