તાજા સમાચાર
Latest News : ગાંધીનગરમાં શાહપુર બ્રીજ પાસેથી રૂ.૮.૧૦ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી બ્રેઝા ગાડી ઝડપાઈ | Latest News Gujarat : બારડોલીમાં ગેસ એજન્સીના માલિકને ‘કેસ’ કરવાની ધમકી આપી ૫૦ હજાર પડાવ્યા,પોલીસના સ્વાંગમાં તોડબાજી કરતી ‘સ્કોર્પિયો ગેંગ’ના ૩ સાગરીતો ઝડપાયા | Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News : ગાંધીનગરમાં શાહપુર બ્રીજ પાસેથી રૂ.૮.૧૦ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી બ્રેઝા ગાડી ઝડપાઈ | Latest News Gujarat : બારડોલીમાં ગેસ એજન્સીના માલિકને ‘કેસ’ કરવાની ધમકી આપી ૫૦ હજાર પડાવ્યા,પોલીસના સ્વાંગમાં તોડબાજી કરતી ‘સ્કોર્પિયો ગેંગ’ના ૩ સાગરીતો ઝડપાયા | Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ |

Latest News Gujarat : બારડોલીમાં ગેસ એજન્સીના માલિકને ‘કેસ’ કરવાની ધમકી આપી ૫૦ હજાર પડાવ્યા,પોલીસના સ્વાંગમાં તોડબાજી કરતી ‘સ્કોર્પિયો ગેંગ’ના ૩ સાગરીતો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પોલીસના સ્વાંગમાં તોડબાજી કરતી ‘સ્કોર્પિયો ગેંગ’ના ૩ સાગરીતો ઝડપાયા

સુરત ગ્રામ્ય LCBએ પોલીસની ખોટી ઓળખ આપી વેપારીઓ પાસે નાણાં પડાવતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં ગેસના બાટલા ભરેલા ટેમ્પોને આંતરી, પોલીસના નામે તોડ કરનાર ત્રણ શખ્સોને બે લક્ઝરી સ્કોર્પિયો કાર અને રોકડ સહિત કુલ રૂ. ૩૦,૫૧,૬૭૦/- ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

વિગતો અનુસાર બારડોલીના વાંકાનેર ગામની હદમાં ભારત ગેસ એજન્સીના ટેમ્પોને કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખ્સોએ રોક્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ LCB/SOG ટીમના ‘કિરણભાઈ’ તરીકે આપી હતી. તેઓએ ટેમ્પો ચાલકને ડરાવીને જણાવ્યું હતું કે તમે ઘરેલું ગેસના બાટલાનું કાળાબજાર કરો છો. આરોપીઓએ એજન્સીના માલિકને ફોન કરી વિડિયો ઉતારી પોલીસ કેસ કરવાની અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી રૂ.૫૦,૦૦૦ પડાવી લીધા હતા.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ મોતાગામની હદમાં એકલવ્ય સ્કૂલ પાસે નહેર નજીક કાળા અને સફેદ રંગની બે સ્કોર્પિયો કાર સાથે ઉભા છે. પોલીસે તુરંત જ દરોડો પાડી આરોપીઓને રોકડ રકમ, ૨ મહિન્દ્રા સ્કોર્પિયો અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લીધા હતા. આ પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં સુરત ગ્રામ્ય LCB એ તપાસ શરુ કરી છે.

પકડાયેલા આરોપીઓ: (૧) સલીમ નસીરખાન મેહર રહે.મોસાલી, મૂળ રાજસ્થાન (૨) ઉમરસખીર મોહમદ સરીફ કલર રહે.વાલોડ, મૂળ રાજસ્થાન (૩) યાસીન ઉર્ફે આસીન મોહમદ સરીફ કલર રહે.માંડવી, મૂળ રાજસ્થાન (૪) વોન્ટેડ: સીકંદર મુસેખાન કલર, રહે. માંડવી.

error: Content is protected !!