Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : એક ભાઈએ તેના જ ભાઈને રહેંસી નાખ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક ભાઈએ તેના જ ભાઈને રહેંસી નાખ્યો હતો. પૂર્વ પત્નીના સંબંધોના કારણે આ હત્યાકાંડ સર્જાયો હતો. પત્ની સાથે થયેલા છુટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા-ફોઇના ભાઇઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ યુવકના તેની પત્ની સાથે છુટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા. જે વાત પૂર્વ પતિને મંજૂર ન હોવાથી આજે સાડા અગીયાર વાગ્યાના અરસામાં પત્નીના વર્તમાન પતિ અને તેના ભાઈને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી 4 જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી. મૃતક યુવાન પોતાના એકટીવા પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો. યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જેમાં મૃતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો અને પોતાના ઘરમાં બેસાડી હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડ્યો હતો. પોલીસ દ્વારા મૃતક જયેશના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે હત્યા અંગે ગુન્હો નોંધી તેની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્રમાં હત્યાનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં રાજકોટમાં એક યુવક રોડની સાઈડમાં સુતેલા લોકોને હેરાન કરતો હતો. જેથી એક યુવકે તેને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે બોલાચાલી કરી યુવકને પેટ અને છાતીના ભાગે છરીના ઘા મારતાં યુવક તરફડીને મૃત્યુ પામ્યો હતો.આ પહેલા રાજકોટ શહેરમાં પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!