Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના એક ઇન્સ્પેક્ટરને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ અને રૂ. 63 લાખના દંડની સજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સીબીઆઈ કોર્ટે ભાવનગરના સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના એક ઇન્સ્પેક્ટરને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ અને રૂ. 63 લાખના દંડની સજા ફટકારી હતી.

આરોપી, કૌશિક અનવંતરાય કરેલિયા, અગાઉ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે એપ્રઈઝર અધિકારી તરીકે પોસ્ટેડ હતા અને હાલમાં ભાવનગર ખાતે પોસ્ટેડ છે. તેમની પત્ની, પૂજા કરેલિયાને પણ ગુનામાં ઉશ્કેરણી કરવા બદલ એક વર્ષની કેદ અને રૂ. 50,000ના દંડની સજા ફટકારવામાં આવી છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૩ ના રોજ કંડલા સેઝના અપ્રેઈઝર અધિકારી કારેલિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, તેમના આરોપો મુજબ, તેમણે ૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ થી ૩૧ માર્ચ, ૨૦૧૩ ના સમયગાળા દરમિયાન તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ ૧૯,૮૬,૬૬૧ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી, જે તેમની જાણીતી આવક કરતાં ૧૩૦ ટકા વધુ હતી.

તપાસ દરમિયાન, ચેકની સમયમર્યાદામાં ૧ એપ્રિલ, ૨૦૦૪ થી ૨૦ માર્ચ, ૨૦૧૩ સુધી સુધારો કરવામાં આવ્યો હતો. તપાસ બાદ, સીબીઆઈએ ૩ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ કારેલિયા અને તેમની પત્ની પૂજા વિરુદ્ધ ૫૭,૬૦,૭૨૯.૧૫ રૂપિયાની સંપત્તિ એકઠી કરવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી, જે તેમના જાણીતા સ્ત્રોતો કરતાં ૧૮૩.૫૭ ટકા વધુ હોવાનું જાણવા મળ્યું હતું.ટ્રાયલ પૂર્ણ થયા પછી, કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!