Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : ભરશિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જવાની સાથે વાતાવરણમાં પલટો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મહીસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભરશિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જવાની સાથે વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મહીસાગરના છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, સવારથી જ સૂર્યપ્રકાશ ગાયબ થઈ જતાં અને આકાશ વાદળોથી ઘેરાયેલું રહેતા સ્થાનિકોએ શિયાળાના મધ્યમાં અષાઢી માહોલનો અનુભવ કર્યો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત મહીસાગર, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ એમ ચાર જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ અને ‘નાઉકાસ્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા અને મોરવા રેણાં પંથકમાં પણ વહેલી સવારથી જ માવઠું થતાં રસ્તાઓ ભીના થયા હતા. વહેલી સવારે કામે નીકળતા લોકો અને વાહનચાલકોને વરસાદી ઝાપટાંના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.કમોસમી વરસાદના આ રાઉન્ડથી સૌથી વધુ ચિંતા જગતના ખેડૂતોમાં જોવા મળી રહી છે. હાલ શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે ભરશિયાળે પડેલા માવઠાના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, જીરું અને ચણા જેવા પાકોમાં જો વધુ વરસાદ પડે તો ભારે આર્થિક નુકસાન થઈ શકે તેમ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!