Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : અમદાવાદના એરપોર્ટ પરથી ચાર મહિલાઓની ધરપકડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં વધુ એક દાણચોરીના પ્રયાસને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા લગભગ 945.5 ગ્રામ 24 કેરેટ સોનાના દાગીના ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલી ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. કસ્ટમ અધિકારીઓની નજરથી સોનું સેરવી જવા માટે દાગીના પર રોડિયમનું પડ લગાવવામાં આવ્યું હતું. આ દાગીનાની બજાર કિંમત 1.52 કરોડ આંકવામાં આવી છે.

કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, જેદ્દાહથી અમદાવાદથી આવેલી ફ્લાઇટના પેસેન્જરમાં સામાનની તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ હતી. જેના આધારે સામાનની તપાસ કરવામાં આવી હતી અને આ દરમિયાન રોડિયમનું પડ ચડાવેલી સોનાની સાત બંગડીઓ મળી આવી હતી. જેમાં 945.57 ગ્રામ 24 કેરેટ સોનું હતું. માહિલાઓએ કસ્ટમ અધિકારીઓની નજરથી સોનું સેરવી લેવા માટે સોનાના દાગીના પર રોડિયમનું પડ લગાવ્યું હતું.તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સોનું કથિત રીતે મહિલાઓને તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલી વસ્તુઓ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોકથી અમદાવાદ આવેલી વિયેટજેટ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા સુનિલ ભાટિયા નામના શખ્સ પર અધિકારીઓને શંકા ગઈ હતી. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે તેની તપાસ કરતા દાણચોરીનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેમણે જોયું કે મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે મોઢાનો ઉપયોગ કર્યો હતો. સુનિલ ભાટિયાએ કાળા રંગની ટેપમાં લપેટેલા ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ પોતાના મોઢામાં સંતાડ્યા હતા. અધિકારીઓએ આ શખ્સ પાસેથી કુલ 108.07 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 17.40 લાખ જેટલી થાય છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!