તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતના ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ ઇતિહાસમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. અમદાવાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા ધોલેરાના બાવળીયારી ખાતેથી રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ‘ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-2030)’ હેઠળ મળેલી આ મોટી સફળતાએ રાજ્યને ગ્લોબલ સ્પેસ મેપ પર અંકિત કરી દીધું છે.

બપોરના સમયે બાવળીયારી ખાતેના અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ગગનચુંબી ઉડાન ભરી હતી.રોકેટે અંદાજે ૩ કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી.પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ ટેસ્ટિંગ કરાયું.રોકેટની સાથે હવામાનના ડેટા એકત્રિત કરી શકે તેવો એક અત્યાધુનિક ‘મીની સેટેલાઈટ’ પણ મોકલવામાં આવ્યો હતો.

આ રોકેટની એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી ઓમસ્પેસની અમદાવાદ સ્થિત લેબમાં જ તૈયાર કરવામાં આવી છે. જે રાજ્યના યુવા વૈજ્ઞાનિકોની ક્ષમતા અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિગમની પ્રતીતિ કરાવે છે.આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મિશન IN-SPACe (ISRO) ની અધિકૃતતા હેઠળ હાથ ધરાયું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી ટેકનિકલ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સ્ટાર્ટઅપની આ સિદ્ધિને બિરદાવી હતી.

“આ સફળતા આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ (Infinity One) ના નિર્માણનો માર્ગ મોકળો કરશે.” – ડો. રવિન્દ્ર રાજ, સ્થાપક અને CEO, ઓમસ્પેસ.

error: Content is protected !!