Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News Gujarat : શહેરમાંથી ફરી એકવાર ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ની ઘટના સામે આવી,એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કાયદાના સકંજામાં આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરમાંથી ફરી એકવાર ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ની ગંભીર ઘટના સામે આવી છે. આ વખતે કોઈ સામાન્ય નાગરિક નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકોને પોતાના વીડિયો દ્વારા હસાવતો લોકપ્રિય ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ કાયદાના સકંજામાં આવ્યો છે. નશાની હાલતમાં બેફામ કાર હંકારી હિરેન પટેલે બે નિર્દોષ બાઈક સવારોને અડફેટે લીધા હતા.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સુરતના પોશ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયો હતો. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બે બાઈક સવાર યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને બાઈક સવારોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતા જ ઉતરાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ જ હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થતા પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ અને અકસ્માતનો ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!