તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા રાજ્યમાં તબીબી પ્રેક્ટિસમાં ગેરવર્તણૂક, લાયકાત અંગે ખોટી રજૂઆત અને ગંભીર બેદરકારી દાખવનાર ત્રણ તબીબો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીએ અમદાવાદ, રાજકોટ અને ગીર સોમનાથના ત્રણ ડોક્ટરોના લાયસન્સ અલગ-અલગ મુદત માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ, રાજકોટ અને ગીર સોમનાથના તબીબો સામે કડક કાર્યવાહી; લાયસન્સ રદ કરાયા

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા ડૉ. ભાર્ગવ પટેલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડૉ. પટેલ પાસે વિદેશની MBBS સમકક્ષ ડિગ્રી હોવા છતાં તેઓ પોતાની ઓળખ MD (જનરલ મેડિસિન) તરીકે આપી પ્રેક્ટિસ કરતા હતા. આ ઉપરાંત, LIC પેનલમેન્ટ મેળવવા માટે અન્ય ગાયનેકોલોજિસ્ટના લાયસન્સ અને બનાવટી સિક્કા-સહીનો ઉપયોગ કરવા બદલ તેમની સામે અલગથી તપાસ પણ ચાલી રહી છે.

રાજકોટના ડૉ.મનોજ સીડા સામે પણ સમાન પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી ડિગ્રી હોવા છતાં MD તરીકે ઓળખ આપવા અને વીમા દાવાઓના તબીબી રેકોર્ડમાં ગેરરીતિઓ આચરવા બદલ તેમનું લાયસન્સ પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.સૌથી ગંભીર કિસ્સામાં ગીર સોમનાથના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. અક્ષય હડિયલનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે. હોસ્પિટલમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન ત્રણ દર્દીઓના કરુણ મૃત્યુ નિપજ્યા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસમાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જીએમસીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ.મહેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ડૉ.નીતિન વોરાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકોમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી તબીબી જગતમાં ખોટી પ્રેક્ટિસ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

error: Content is protected !!