ભાવનગરના ઉમરાળાના આધેડ કાર લઈને ઝામરાળા જતા હતા.ત્યારે ઝામરાળા નજીક કાર પલટી ખાઈ જતા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગત મુજબ, ઉમરાળાના પ્લોટ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ તલાશીભાઈ નાવડીયા (ઉ.વ.૫૧) પોતાની કારને કામ સબબ ઝામરાળા જતા હતા તેવામાં ઝામરાળા ગામ નજીક કાર અચાનક પલટી ખાઈ ખાળીયામાં ઉતરી ગઈ હતી. વલ્લભભાઈને ગંભીર હાલતે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




